માતર: વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ધારાસભ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં માતર ખાતે ભવ્ય રાત્રી સભા યોજાઈ
Matar, Kheda | Oct 10, 2025 વિકાસ સપ્તાહ ઉજવણી ૨૦૨૫ અંતર્ગત માતર ગામ ખાતે ગૌરવપૂર્ણ અને લોકભાગીદારીપૂર્ણ રાત્રી સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિકાસ રથના આગમન સાથે વિકાસયાત્રાને ગામગામ સુધી પહોંચાડવાના હેતુસર માતર ગામના એન.સી. પરીખ હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમનો સુશોભિત આરંભ કરવામાં આવ્યો હતો. વિકાસ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ દરમિયાન માતરના ધારાસભ્ય, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.