ઉમરગામ તાલુકાના નારગોલ ગામે ટૂંક સમયની અંદર ગ્રામ પંચાયત દ્વારા દરેક વિસ્તારમાં જર્જરીત મકાનો તોડી નવા સ્મશાન ભૂમિના મકાનોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સ્મશાનભૂમિ ખાતે મૃતદેહના અંતિમ સંસ્કાર માટે આવતા લોકોને બેઠક વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ-વીજળી, પાણી સહિત પાયાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.