Dang News: ભારે વરસાદે ગુજરાત-મહારાષ્ટ્રનો સંપર્ક તોડ્યો! સાપુતારા હાઈવે બંધ, ST સેવા ઠપ્પ
ભારે વરસાદના કારણે સાપુતારાથી નાસિકને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મહારાષ્ટ્ર RTO ચેકપોસ્ટ નજીક માર્ગ ધોવાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે.
રસ્તાની કામગીરી માટે બનાવવામાં આવેલા ડાયવર્ઝનમાં વાહનો ફસાઈ જતાં માર્ગ બંધ કરવો પડ્યો છે. જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે દોડતી આંતરરાજ્ય ST બસ સેવા પણ હાલ માટે સ્થગિત કરવામાં આવી છે.
ખાનગી વાહનોને વૈકલ્પિક માર્ગો તરફ ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે, જ્યારે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ વીડિયોમાં જુઓ સાપુતારા બોર્ડર પરથી તાજા દ્રશ્યો અને સમગ્ર પરિસ્થિતિ.
🔔 ગુજરાત અને દેશ-વિદેશના તમામ મહત્વના સમાચાર માટે Hotline News ને Subscribe કરો.
#saputara #nashik #gujaratrain #maharashtrarain #highwayclosed #stbus #rainupdate #heavyrain #floodnews #gujaratnews #maharashtranews #breakingnews #gujaratinews #hotlinenews #weatherupdate #monsoon #trafficupdate #travelalert #latestnews #newsupdate #todaynews #highway #rainalert #indiaweather #roadcollapse