કાલોલ: કાલોલના ડેરોલગામમાં સરકારી ક્વાર્ટર નિયમો વિરૂદ્ધ તોડી પાડી ભંગાર વેચી માર્યાનો આક્ષેપ: ઉચ્ચ કક્ષાએ રજૂઆત
ડેરોલગામ ખાતે ગ્રામ પંચાયત હસ્તકનું વર્ષો જૂનું ગ્રામ સેવકનું ક્વાર્ટર અને ઓફિસ કોઈપણ જાતની વહીવટી મંજૂરી વિના જે.સી.બી. મશીન વડે તોડી પાડી, તેમાં વપરાયેલ લોખંડ અને બારી-બારણાં ભંગારમાં વેચી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની લેખિત ફરિયાદ તાલુકા વિકાસ અધિકારી (TDO) ને કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. જાહેર રજાના દિવસે તોડી પડાયું મકાન મળતી માહિતી મુજબ, ડેરોલગામના જાગૃત નાગરિકો પરમાર હિમાંશુકુમાર હસમુખભાઈ તથા સુરેશકુમાર લાલસિંગભાઈ ખડીયા દ્વારા