ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં જય આદિવાસી સેના દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના જણાવ્યા અનુસાર, 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે લગાવવામાં આવેલ બેનર અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજની લાગણી દુભાઈ હોવાનું જણાવાયું હતું.
રેલીની શરૂઆત આદિવાસી ક્રાંતિવીર બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી તાલુકા પ્રમુખ, પોલીસ સ્ટેશન અને મામલતદારને આવેદનપત્ર આપી બેનર ચોરીના મામલે જવાબદારોને શોધી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
અંતમાં ફરી માન-સન્માન સાથે બેનર લગાવવામાં આવ્યું, ધરતી વંદના કરવામાં આવી અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. આયોજકોએ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરી ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો.
Udhna, Surat | Aug 6, 2026