ગાંધીનગર: અરબી સમુદ્રમાં મોટું ઓપરેશન: 3000 કરોડનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની ઝડપાયા
ભારતીય તટરક્ષક દળ અને ગુજરાત ATSની સંયુક્ત કાર્યવાહીમાં અરબી સમુદ્રમાંથી 526 કિલો ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની નાગરિકો ઝડપાયા છે. જપ્ત કરાયેલા હેરોઈન અને મેથામ્ફેટામાઈનની કિંમત 3 હજાર કરોડ રૂપિયા છે. આરોપીઓને વધુ તપાસ માટે મુંબઈ લાવવામાં આવ્યા છે.