ગાંધીનગર: ધો-12ની પ્રેક્ટિકલ એક્ઝામ આપતા એકના એક દીકરાનું મોત, મિત્રને બુક આપવા જતાં શરણમ ફ્લેટનો બનાવ
ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલા શરણમ ફ્લેટમાં એક કરુણ ઘટના સામે આવી છે. હિલવૂડ સ્કૂલમાં ધોરણ-12માં અભ્યાસ કરતા 17 વર્ષીય જૈત્ર ત્રિવેદીનું ફ્લેટના બીજા માળેથી પડી જવાથી કરુણ અવસાન થયું છે.કશ્યપ ત્રિવેદીના એકના એક પુત્ર જૈત્રે પરીક્ષામાં ઉચ્ચ ગુણ મેળવ્યા હતા અને આગામી પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત હતો. જેની પ્રેક્ટિકલ એક્ઝામ પણ શરૂ થઈ ચૂકી હતી. ઘટના સમયે તે મિત્રને ચોપડી આપવા બહાર નીકળ્યો હતો. ગણતરીની મિનિટોમાં જ સોસાયટીમાં અફરાતફરી મચી ગઈ હતી.