ગાંધીનગર: IIT પાલજ ખાતે વડોદરા મેયર ઈલેવન સામે ગાંધીનગર મેયર ઈલેવન ટીમની જીત થઈ
ગાંધીનગરમાં મુખ્યમંત્રીના હસ્તે શરૂ થયેલી ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટની ઉદ્ઘાટન મેચમાં ગાંધીનગર મેયર ઇલેવને વડોદરા મેયર ઇલેવન સામે રોમાંચક વિજય મેળવ્યો છે. વડોદરાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં 4 વિકેટે 169 રનનો સ્કોર નોંધાવ્યો હતો, જેમાં શ્રીરંગે સૌથી વધુ 51 રન ફટકાર્યા હતા. જવાબમાં ગાંધીનગરે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગ વ્યાસની આક્રમક બેટિંગ કરી હતી 40 બોલમાં 65 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી જીત મેળવી હતી.