ગાંધીનગર: સે-24 ખાતેથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પવનની ગતિ અંગે આગાહી કરી
સે-24 ખાતેથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યું કે રાજ્યમાં હમણાં 6,7,8 ફેબ્રુઆરીએ પવનની ગતિ વધુ રહેશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને જૂનાગઢ, રાજકોટના ભાગોમાં પવનની ગતિ 15 KM રહે તેવી શક્યતાઓ. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 16 Km રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ પવનની ગતિ વધુ તેજ રહે તેવી શક્યતાઓ.