ગાંધીનગર: ગાંધીનગર સે-11માં મહાનગરપાલિકાનો બુલડોઝર ફરી વળ્યું છે. કાચા છાપરાઓ ઉપર બુલડોઝર ચાલ્યો
ગાંધીનગર સે-11માં મહાનગરપાલિકાનો બુલડોઝર ફરી વળ્યું છે. કાચા છાપરાઓ ઉપર બુલડોઝર ચાલ્યો હતો. કાચા દબાણો મહા નગરપાલિકા દ્વારા દૂર કરાયા. પાકા દબાણો મહાગરપાલિકાની દબાણ શાખા ક્યારે દૂર કરશે તે એક પ્રશ્ન છે. છેલ્લા કેટલાલ સમયથી સેકટર 11 માં છાપરાઓમાં રહેતા લોકોને નોટિસ આપી હતી. નોટિસ આપ્યા છતાં દબાણો ન હટાવતા આખરે દબાણ શાખા દ્વારા કાયદેસર કાર્યવાહી કરી હતી. દબાણની જગ્યા ખાલી ન કરતા આખરે GMC દ્વારા બુલડોઝરના મારફતે દબાણ દૂર કરી.