ગાંધીનગર: ઝુંડાલ વિસ્તારમાં આવેલી હિલોક હોટલમાં યોજાયેલા લગ્ન સમારંભમાં ૩ પર્સની ચોરી
ગાંધીનગરના ઝુંડાલ વિસ્તારમાં આવેલી હિલોક હોટલમાં યોજાયેલા લગ્ન સમારંભમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારના શૈલેષભાઈ દેશકરના પુત્ર ધવલના લગ્નના રિસેપ્શનમાં બે તસ્કરોએ ત્રણ મહિલાઓના પર્સની ઉઠાંતરી કરી હતી.ચોરીમાં ગયેલી વસ્તુઓમાં ત્રણ મોબાઇલ ફોન (કિંમત રૂ. 1.15 લાખ), ડાયમંડ બુટ્ટી (કિંમત રૂ. 1 લાખ), 5 ગ્રામ સોનાની બુટ્ટી (કિંમત રૂ. 30,000) અને રોકડ રૂ. 4,800 સહિત કુલ રૂ. 2.50 લાખની મત્તા ચોરાઈ હતી.