પારડી: પારડી તાલુકા-શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ,નગર પાલિકાની ચૂંટણી માટેની રણનીતિ પર થઈ ચર્ચા
Pardi, Valsad | Oct 15, 2024 પારડી કલિંગી મહાદેવ મંદિર ખાતે આજ રોજ બપોરે બે વાગ્યે પારડી તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિની મહત્વપૂર્ણ એવી કારોબારી બેઠક મળી હતી. જેનો ઉદ્દેશ આવનારા નગર પાલિકા ચૂંટણી ની રણનીતિ તૈયારી કરવાનો હતો. આ બેઠકમાં ખાસ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી, ઉષાબેન નાયડુ અને પ્રદેશ મંત્રી તરુણભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.