સાવલી: સાવલીમાં એલસીબીનો મોટો બુટલેગર ખેપિયાઓ પર પ્રહાર,૨૩૫૨ બોટલ વિદેશી દારૂ જપ્ત, ૧૦.૫૯ લાખનો મુદ્દામાલ કબજામાં..
સાવલી તાલુકામાં જિલ્લા એલસીબીની સતર્કતાએ બૂટલેગરોની કમર તોડી નાંખી છે. ભાદરવા ચોકડી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે સફેદ રંગની મહેન્દ્ર પિકઅપ ટેમ્પોને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચાલક ટેમ્પો દોડાવી અંધારાનો લાભ લઈ ફરાર થયો. પોલીસે ટેમ્પો કબજામાં લઈને તપાસ કરતાં જુદા જુદા બ્રાન્ડની ૨૩૫૨ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી, જેની કિંમત રૂપિયા ૫ લાખ ૫૪ હજારથી વધુ થાય છે. સાથે ટેમ્પો, બોલેરો કાર અને મોબાઈલ સહિત કુલ ર