ગોધરા: ગોધરાની ‘સિંગલ ફળિયા ગેંગ’ સામે ગુજસીટોક: મુખ્ય આરોપીનું પાકિસ્તાન કનેક્શન ખૂલતાં 12 એજન્સીઓ તપાસમાં જોડાઈ
વડોદરા રેલવે ડિવિઝનમાં સંગઠિત ગુનાઓ આચરતી ગોધરાની કુખ્યાત ‘સિંગલ ફળિયા ગેંગ’ સામે રેલવે પોલીસે ઇતિહાસમાં પ્રથમ વખત ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ૧૨ આરોપીઓની ધરપકડ કરી છે.મુખ્ય આરોપી ખાલીદ શોકત પોસ્તીનું ચોંકાવનારું પાકિસ્તાન કનેક્શનખુલતાં દેશની ૧૨ તપાસ એજન્સીઓ તપાસમાં જોડાઈ છે. આરોપી ૨0૧૯ સુધીમાં ૪ વખત પાકિસ્તાન ગયો હતો, જે અંગેના દસ્તાવેજોની તપાસ ચાલુ છે. આ ગેંગે 2019 થી 2025 દરમિયાન ટ્રેન દુર્ઘટના સર્જવાના પ્રયાસો, રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન, દારૂ-ગ