વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકા મથકે આવેલ યાત્રાધામ ઢીમા ખાતે આજે કાર્તિક મહિનાની પૂનમના દિવસે લાખોની સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. કાર્તિક મહિનાની પૂનમને લઈને આજે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉંટી પડ્યું હતું જેમાં અગિયારસ થી લઈને કાર્તિક પૂનમ સુધી ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં આજે દેવ દિવાળીના પાવન પ્રસંગે ધરણીધર ભગવાન તેમજ ઢીમણ નાગદાદા ના ચરણોમાં હજારોની સંખ્યામાં ભક્તોએ શીસ ઝુકાવી આશીર્વાદ લીધા...