મણિનગર: પોલીસ કમિશનરે નવા શરુ થનારા પોલીસ સ્ટેશન માટે સ્થળનું નિરીક્ષણ કર્યુ
આજે બુધવારે બપોરે ૧ વાગ્યાની આસપાસ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં સરકાર દ્વારા નિયત કરાયેલા નવા શરૂ થનારા પોલીસ સ્ટેશનો માટે સ્થળ નિરીક્ષણ કર્યુ હતુ.જેમાં હંગામી ધોરણે ચાલુ થનાર પોલીસ સ્ટેશનો અંગે માળખાકીય સુવિધાઓનું મૂલ્યાંકન કરી તેમણે ખાસ સૂચન કર્યુ હતુ કે દરેક પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછા પાંચ થી છ રૂમની સુવિધા હોવી જોઈએ. સાથે નાગરિકોની સુવિધા માટે બેઠક વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.