કાલોલ: કાલોલની 'માં ફાઈનાન્સ' ના માલિકો સામે ગુનો દાખલ, ₹3 લાખ વ્યાજ વસૂલ્યા બાદ પણ જેલમાં ધકેલવાની ધમકી આપી
અલીન્દ્રા નવી નગરીમાં રહેતા ફરિયાદી રણુભાઈ બુટાભાઈ ભરવાડ (ઉં.વ. ૪૦) ના પત્ની વર્ષ ૨૦૨૦ માં ગંભીર બીમાર પડ્યા હતા. સારવારના ખર્ચ માટે પૈસાની તાતી જરૂરિયાત ઊભી થતાં તેઓ કાલોલ ખાતે આવેલી ‘માં ફાઈનાન્સ’ નામની ઓફિસે લોન લેવા ગયા હતા.ઓફિસના માલિક દીપેશ રાજપૂતે માસિક ૧૦% ના ઊંચા વ્યાજે અને રોજ ના ₹૧૦૦ ના હપ્તા લેખે ૫૦ દિવસની શરતે ₹૫,૦૦૦ ની લોન મંજૂર કરી હતી. જોકે, પ્રોસેસ કે અન્ય નામે કાપીને ફરિયાદીને હાથમાં માત્ર ₹૪,૪૦૦ રોકડા આપ્યા હતા. સિક્યોરીટી તરીક