થરાદ: દોલતપુરા પુલ નજીકથી ફાયર ટીમે યુવક-યુવતીના બાંધેલી હાલતમાં મૃતદેહ બહાર કાઢ્યા
થરાદ નજીક નર્મદા કેનાલમાંથી એક યુવક અને એક યુવતીના બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. દોલતપુરા પુલ નજીકથી ફાયર બ્રિગેડની ટીમે આ મૃતદેહોને બહાર કાઢ્યા હતા.ગતરોજ કેનાલ પર એક મોટરસાયકલ, ધાબળો, પટ્ટો અને ટોપી જેવી વસ્તુઓ પડેલી જોવા મળી હતી. આ અંગે ફાયર ટીમને જાણ કરાતા, તેમણે તપાસ હાથ ધરી હતી.આજરોજ ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચીને બંને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. મૃતદેહો રસ્સી વડે બાંધેલી હાલતમાં હતા, જેણે રહસ્ય વધુ ઘેરું બનાવ્યું છે.