મણિનગર: શીલજ સર્કલ નજીક આવેલા આર્યમાન બંગલો રોડ પર જમીન ધસી પડવાની ઘટના
શીલજ સર્કલ નજીક આવેલા આર્યમાન બંગલો રોડ પર જમીન ધસી પડવાની ઘટના સામે આવી છે. અહીં ચાલી રહેલા ખોદકામના કારણે રોડની સાઈડની જમીન અચાનક બેસી ગઈ હતી, જેના લીધે વાહનચાલકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. અકસ્માત નિવારવા માટે હાલ પૂરતી રોડ સાઈડ પર ગુણીઓની થેલીઓ મૂકીને આડસ (બેરિકેડિંગ) કરવામાં આવી છે. વરસાદી માહોલ વચ્ચે ખોદકામની આ બેદરકારીને કારણે રોડની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે.