માળીયા: શહેર નજીક હાઇવે પરથી કતલખાને લઈ જવાતા 30 પશુઓ ભરેલ આઇસર સાથે 2 ઇસમોની અટકાયત કરાઈ
Maliya, Morbi | Mar 22, 2025 માળિયા શહેર નજીક હાઇવે પર ગૌસેવકોએ વોચ ગોઠવી GJ 13 AW 7883 નંબરનું આઇસર રોકી ચેક કરતા તેમાં 30 પશુઓને કુરતાપૂર્વક ટૂંકા દોરડાથી હલી ચલી ન શકે એવી રીતે બાંધેલ હાલતમાં મળી આવતા વાહન સાથે રહેલા બે શખ્સોની પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે નખત્રાણા બાજુથી આ પશુ ભરેલા હોય અને રાજકોટ હાજીના ઘરે કતલ કરવા માટે લઈ જવામાં આવી રહ્યા છે. આ 30 પશુઓને બચાવી માળિયાના ખાખરેચી ગામના પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે.