કાલોલ: એરાલ ગામે ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર સભામાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ આકરા પાણીએ જોવા મળ્યા, વિડિયો આવ્યો સામે
આજરોજ સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ કાલોલ તાલુકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે કાલોલના એરાલ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ફતેસિંહ ચૌહાણ એ ખૂબ જ આક્રમક ભાષામાં નિવેદન આપ્યું હતું.તેમણે ખાસ કરીને ભાજપમાંથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનારાઓ પર નિશાન સાધ્યું અને કડક ચેતવણી આપી હતી.