કાલોલ: કાલોલમાં મોડી રાત્રે કલાત્મક તાજીયા વિવિધ વિસ્તારોમાંથી ઝૂલૂસ સાથે નુરાની ચોકમાં આવી પહોંચતાં દર્શનાર્થીઓની ભારે ભીડ જામ
હજરત મોહમ્મદ પયગંબર સાહેબના નવાસા હજરત ઈમામ હુસૈન અને તેમના 72 સાથીઓએ સત્ય, ન્યાય અને ઇસ્લામના રક્ષણ માટે કરબલાના મેદાનમાં શહાદત વહોરી હતી. આ બલિદાનની યાદમાં પરમ્પરાગત રીતે દર વર્ષે નવમી રાત્રે મુસ્લિમ સમુદાય મોહર્રમના ઝૂલૂસ કાઢે છે. જેના અનુસંધાનમાં કાલોલ શહેરમાં ગુરુવાર રાત્રે તાજિયાનું ઝૂલૂસ નીકળ્યું હતું. કાલોલ માં વિવિધ મુસ્લિમ વિસ્તારોમાંથી નીકળેલ ઝૂલુસ નુરાની ચોકમાં રાત્રે ભેગા થતાંની સાથે જ દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી અને ત્યાંથી મોડી