બાવળા: ધોળકા ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાએ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
આજરોજ તા. 24/03/2026 મંગળવારે સવારે 11 વાગે ધોળકા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રિન્સરાજ રહેવર અને તેમની ટીમ દ્વારા ધોળકાના કલિકુંડ વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ ની પ્રતિમા એ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.