કાલોલ: કાલોલના સુરેલી ગામે ખેતરમાંથી પાંચ ફૂટનો અજગર રેસ્ક્યુ, જીવદયા પ્રેમી તુષાર પટેલે અજગરને પકડી જંગલમાં મુક્ત કરાયો
કાલોલ તાલુકાના સુરેલી ગામે મહેન્દ્રભાઈ રતનભાઈ પટેલના ખેતરમાં અચાનક પાંચ ફૂટ લાંબો અજગર દેખાતા ખેડૂતો અને ગામ લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જ્યાં ઘટનાની જાણ થતાં જ ખેતર માલિક મહેન્દ્રભાઈએ તાત્કાલિક જીવદયા પ્રેમી તુષારભાઈ પટેલને ટેલિફોન કરીને જાણ કરી. માહિતી મળતાં જ તુષારભાઈ પટેલ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા.અને તુષારભાઈએ અજગરને કોઈ નુકસાન ન પહોંચે તે રીતે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું. ત્યારબાદ અજગરને વાહનમાં લઈ જઈને નજીકના ખુલ્લા જંગલ