કાલોલ: કાલોલ હાઈવે પર હાઈવા ટ્રેલરે બાઇકને ટક્કર મારતાં વૃદ્ધ ઈજાગ્રસ્ત, ચાલક ફરાર
કાલોલ-ગોધરા હાઈવે રોડ પર આવેલ ગધેડી ફળિયાના નાકા પાસે સાંઈ હોટલ સામે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટાટા કંપનીના હાઈવા ટ્રેલરના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઇકને પાછળથી ટક્કર મારતાં વૃદ્ધ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી હાઈવા ટ્રેલરનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. શાકભાજી લેવા નીકળેલા વૃદ્ધ અકસ્માતનો ભોગ બન્યા મળતી માહિતી મુજબ, કાલોલ તાલુકાના મધવાસ ગામે રહેતા દલપતસિંહ ભારતસિંહ પરમાર ગત તા. ૧૯/૦૭/૨૦૨૬ ના રોજ