ભાવનગર શહેર: રિંગ રોડ પર આવેલી હોટલ ખાતે જમવા આવેલા 4 શખ્સોએ માથાકૂટ કરી ધમકી આપવાની ભરત નગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ
Bhavnagar City, Bhavnagar | Aug 9, 2026
ભાવનગર શહેરના રીંગરોડ પર આવેલી હોટલ સ્કાયવે ખાતે 4 શખ્સો જમવા આવ્યા હતા. તે દરમિયાન ડીશ માંગી અને માથાકૂટ કરતા હોટલના સ્ટાફ અને માલિક દ્વારા સમજાવવામાં આવતા શખ્સો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ, જે ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.