જેતપુર પાવી: છોટાઉદેપુરમાં 3.15 કરોડના ખર્ચે ત્રણ નવા રોડના કામનું ખાતમુહૂર્ત
છોટાઉદેપુર લોકસભામાં રૂ. 3.15 કરોડના ખર્ચે ત્રણ માર્ગોના વિકાસ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં મુવાડા-ચુલી, ખટાશ-ઓલિયાકલમ અને કદવાલ-ચુલી-ભીખાપુરા-પાનીમાઈન્સ રોડનું કામ શરૂ થશે, જેનાથી ગ્રામીણ પરિવહન વ્યવસ્થા સુધરશે.