જેસર: જેસર તાલુકાના બિલા ગામે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું
જેસર તાલુકાના બિલા ગામે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું જેસર તાલુકાના બિલા ગામમાં ગંદકીની ગંભીર સમસ્યા સામે આવી છે. ગામના અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા, ગટરનું ગંદુ પાણી અને અસ્વચ્છતા જોવા મળતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. રસ્તાઓ પર ગંદકી ફેલાતા દુર્ગંધની સમસ્યા ઊભી થઈ છે તેમજ રોગચાળો ફેલાવાની ભીતિ પણ સેવાઈ રહી છે.