ગોધરા: ગોધરાના વટલાવ ગામમાં પ્રાથમિક શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ, સાંસદો અને ધારાસભ્ય સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત
ગોધરાના વટલાવ ગામમાં પ્રાથમિક શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ, સાંસદો અને ધારાસભ્ય સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત,ગોધરા તાલુકાના વટલાવ ગામમાં આજે પ્રાથમિક શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સુવિધાસભર માળખું મળી રહે અને તેમના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થાય તે દિશામાં આ નવું શાળા ભવન મહત્વપૂર્ણ સાબિત થશે.