સુરતની લાજપોર જેલ ફરી વિવાદમાં આવી છે. જેલમાંથી DG જેલ વિભાગની ઝાડતી સ્ક્વોડની તપાસ દરમિયાન કુલ 11 મોબાઈલ મળી આવ્યા છે. જેમાંથી એક મોબાઈલ આરોપી પાસેથી મળી આવ્યો હતો, જ્યારે બાકીના મોબાઈલ જેલની અલગ-અલગ જગ્યાએ છુપાવવામાં આવ્યા હતા. ત્રણ અલગ-અલગ બેરેકમાં તપાસ દરમિયાન ક્યાંક બાથરૂમમાં તો ક્યાંક વેન્ટિલેશનની જગ્યાએ મોબાઈલ છુપાવેલા મળી આવ્યા હતા. હાઇટેક ગણાતી લાજપોર જેલમાં મોબાઈલ અંદર સુધી કેવી રીતે પહોંચ્યા અને કેદીઓ મોબાઈલ દ્વારા ગુનાહિત નેટવર્ક ચલાવે છે કે કેમ તેવા સવાલો ઊઠી રહ્યા છે. જેલમાંથી અવારનવાર મોબાઈલ મળી આવવાની ઘટનાઓ છતાં નક્કર કાર્યવાહી અંગે પણ સવાલો થઈ રહ્યા છે. સમગ્ર મામલે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
सूरत की लाजपोर जेल एक बार फिर विवादों में आ गई है। DG जेल विभाग की तलाशी स्क्वॉड की जांच के दौरान जेल से कुल 11 मोबाइल फोन बरामद हुए हैं। इनमें से एक मोबाइल आरोपी के पा�
Udhna, Surat | Oct 3, 2026