વાલિયા તાલુકાના ડુંગરી,સિલુંડી અને દોડવાડા ગામના વિવિધ વિસ્તારમાં ડોર ટુ ડોર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.અને આમ આદમી પાર્ટીના ચૂંટણી લક્ષી પેમ્પપેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ અભિયાનમાં આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ કિરણ વસાવા,યુવા આગેવાન રજની વસાવા, વિનય વસાવા,વિજય વસાવા,ડુંગરી ગામના આગેવાન નરેશ વસાવા,સહદેવ વસાવા, કેતન વસાવા,સંકેત વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.