બોડેલી: બોડેલી-રાજપીપળા હાઈવે પર અકસ્માત: કારમાંથી રસ્તા પર રેલાયો વિદેશી દારૂ
બોડેલી-રાજપીપળા હાઈવે પર વણિયાદ્રી ગામ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા કારમાં રહેલો વિદેશી દારૂ રસ્તા પર ઢોળાયો હતો. ઈજાગ્રસ્ત કારચાલકને સારવાર માટે ખસેડાયો છે. બોડેલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.