કાલોલ: વારંવાર વીજ પુરવઠો ખોરવાતા કાલોલના મોકળ ગામ સહિત અનેક ગામોના ગ્રામજનોએ વેજલપુર ભાદરોલી સબ સ્ટેશન ખાતે આવી રોષ વ્યક્ત કર્યો
કાલોલ તાલુકાના મોકળ ગામના જાગૃત નાગરિકોએ વેજલપુર-ભાદરોલી GEB સબ સ્ટેશનની કામગીરી સામે ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે. છેલ્લા એક મહિનાથી વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ વરસાદ, પવન કે વાવાઝોડા જેવી કોઈ અસામાન્ય પરિસ્થિતિ ન હોવા છતાં પણ અચાનક વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે રોજિંદા જીવન, ખેતી, વેપાર-ધંધા તેમજ અન્ય જરૂરી કામકાજ પર ગંભીર અસર પડી રહી છે.આ સમસ્યાની અસર માત