માળીયા: માળીયાના રોહીશાળા ગામેથી ઉઠ્યો પાણીનો પોકાર, પ્રદુષિત પાણી ઢોરને પીવડાવવા અને વાપરવા લોકો મજબૂર..
#jansamasya
Maliya, Morbi | May 7, 2025 માળીયા મીયાણા તાલુકાના રોહીશાળા ગામે છેલ્લા 20 થઈ 25 દિવસની નિયમિત રીતે પાણી મળતું નથી, જેથી કરીને ગામના લોકો ને પાણીના ટેન્કર મંગાવવા પડે અથવા તો તળાવનું પ્રદૂષિત પાણી પીવા અને વાપરવા માટે ઉપયોગ કરવો પડે તેવી પરિસિ્થતિનું નિર્માણ થયું છે, ત્યારે ગામના લોકોએ ગામના ઝાપા પાસે માટલા ફોડીને પાણી આપવાના સૂત્રોચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.