વિજાપુર તાલુકાના પિલવાઇ એન.આર. રાવલ આઇટીઆઈ ખાતે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ટોબેકોસેલ તથા તાલુકા હેલ્થ કચેરી ના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પિલવાઇ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો.વકૃત્વ સ્પર્ધામાં કુલ ૧૫ વિદ્યાર્થીઓએ ભાગ લઈ તમાકુના વ્યસનથી થતા નુકસાન, આરોગ્ય પર પડતી અસરો તેમજ વ્યસન છોડવા માટે આજરોજ મંગળવારે બપોરે 2 કલાકે શપથ લેવડાવ્યા હતા.