તારાપુર: નડિયાદ - ખંભાત મુખ્ય નહેરમાં ગાબડું પડ્યું, સીમ વિસ્તારમાં પાણી ફરી વળ્યાં.
Tarapur, Anand | Jul 6, 2026 સોજિત્રા નગરના સીમ વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા માતાના મંદિર પાસેની કેનાલમાં ગત રાત્રિએ ગાબડું પડ્યું હતું.ગાબડાને કારણે સીમ વિસ્તારમાં પાણી ફરી વળતા કેટલાંક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, જેનાથી અનાજ તેમજ ઘરવખરી પલળી ગયા હતા.બનાવની જાણ થતાં સિંચાઈ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને પાણીનો પ્રવાહ બંધ કરાવી દીધો હતો.આજે સવારથી જ કેનાલના ગાબડાને પૂરવા માટે યુદ્ધના ધોરણે મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે.