કડી: કડી માં યુવતીએ ગળે ફાંસો ખાઈ કરેલ આત્મહત્યા મામલે મૃતક યુવતીના ભાઈએ પતિ,જેઠ અને સાસુ સામે ફરીયાદ નોંધાવી
Kadi, Mahesana | Nov 28, 2025 ગઈ તારીખ 24 નવેમ્બર નાં રોજ કડી નાં દેત્રોજ રોડ પર આવેલ ઉમિયા સોસાયટી માં રહેતા સુભાષચંદ્ર વિષ્ણુભાઈ પટેલના પત્ની હેતલબેને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.જે બાબતે આજે 28 નવેમ્બરના રોજ મૃતક યુવતી હેતલબેન ના ભાઈ રોહિતભાઈ ભવનભાઈ પટેલ રહે.ગોતા અમદાવાદ મૂળ રહે.ઢેડાસણા તા.માંડલ વાળા એ કડી પોલીસ મથકે તેમની બહેનના પતિ સુભાષચંદ્ર તેમના જેઠ ભરતભાઈ અને સાસુ અરુણાબેન વિરુદ્ધ કડી પોલીસ મથકે આત્મહત્યા કરવા મજબૂર કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી