ગુજસીટોકના બે કુખ્યાત આરોપીઓ ઝડપાયા
વડોદરા શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે ગુજસીટોક અને અન્ય ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા કુખ્યાત આરોપીઓ હિમાંશુ ઉર્ફે હેરી રમેશકુમાર લુધવાણી (રહે. વારસિયા, વડોદરા) અને વરુણ ઉર્ફે જેટલી નંદલાલ હેમાણી (રહે. કુબેરનગર, અમદાવાદ) ને હરણી રોડ પર આવેલી ગોલ્ડન વ્યુ હોટેલમાંથી ઝડપી પાડ્યા છે. વારસિયા પોલીસ સ્ટેશનના ગુજસીટોક ગુનામાં વોન્ટેડ રહેલા હિમાંશુ લુધવાણી વિરુદ્ધ અગાઉ 16 જેટલા ગુના નોંધાયેલા છે અને તે ત્રણ વખત પાસા હેઠળ પણ જેલ જઈ ચુક્યો છે. ક્રાઈમ બ્રાંચે બંને આરોપીઓની ધરપકડ કરી વારસિયા તથા અન્ય સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#Factfindernews #dcb #arrestedvadodara #gujctoc #GujaratPolice
Vadodara, Vadodara | Aug 26, 2026