કાલોલ: કાલોલના અલવા ગામે ખેત-મજૂરી બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું: સામસામે લાકડી-પાઈપો ઊછળતા બંને પક્ષે મહિલાઓ સહિત અનેક ઘવાયા, સા
કાલોલ તાલુકાના અલવા ગામના દેવચોટીયા મંદિરવાળા ફળિયામાં ૨૦ જુલાઈના રોજ ખેતરમાં મજૂરીકામે જવા બાબતે બોલાચાલી થયા બાદ બે જૂથ વચ્ચે હિંસક ધીંગાણું સર્જાયું હતું. સામસામે લાકડીઓ અને લોખંડની પાઈપો વડે હુમલો કરવામાં આવતાં બંને પક્ષના સભ્યોને ઈજાઓ પહોંચી હતી. આ મામલે કાલોલ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ ૮ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પ્રથમ પક્ષના ફરિયાદી કિરીટભાઈ જાલમભાઈ પરમાર (ઉં.વ. ૪૦) દ્વારા ન