સિહોર: સિહોર ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી
શિહોર ગામની સર્વે નં.૨૮૨ની શિહોર-ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ પોલીસ તંત્ર દ્વારા ફાયરીંગ બટ માટે થાય છે. આ ફાયરીંગ બટ ખાતે તા.૧૧/૧૦/૨૦૨૫ દિન-૧ માટે કમાન્ડીંગ ઓફીસર, ૬ NCC, ભાવનગર દ્વારા NCC કેડેટ્સની ૦.રર ફાયરીંગ પ્રેકટીસનું આયોજન કરેલ છે. જે સંદર્ભે શિહોરના સર્વે નં.૨૮૨માં ફાયરીંગ બટના સ્થળની પેરીફેરીથી આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં તકેદારીના પગલાંરૂપે જાહેરનામું બહાર પાડવા આવેલ છે