ગરૂડેશ્વર: સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની મહત્તમ સપાટીએ પહોંચ્યો, મુખ્યમંત્રીએ કર્યા જળ પૂજન
સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ ૧૩૮.૬૮ મીટરની સપાટીએ પહોંચ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેવડીયામાં જળ પૂજન કર્યું હતું. વર્ષ ૨૦૧૭માં રાષ્ટ્રાર્પણ બાદ આ સાતમી વાર ડેમ સંપૂર્ણ ભરાયો છે, જે ગુજરાતના ૪ કરોડથી વધુ લોકોને પાણી પૂરું પાડે છે.