સાવલી તાલુકાના મેવલી ગામેથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર માટી ખનન સામે હવે ગ્રામજનોનો સખત આક્રોશ ફાટી નીકળ્યો છે. ખેડૂત, યુવાનો અને સ્થાનિક રહિશોએ એકત્રિત થઈ ખનન માફિયાઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ પર ખનનકારો સાથે મીલીભગત હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. ગામની ખેતીલાયક અને સરકારી જમીનમાંથી બિનપરવાનગીથી ભારે મશીનરી દ્વારા દિવસ-રાત માટી ખનન થઈ રહ્યું હોવાનું ગ્રામજનો