ભિલોડા: ભિલોડાના લીલછા ગામમાં દિવાળી માટે માટીના કોડિયા બનાવવાની કામગીરી તેજ
ભિલોડા તાલુકાના લીલછા ગામમાં પરંપરાગત માટીકામની કળા આજે પણ જીવંત છે. દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને ગામમાં માટીના કોડિયા બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. પેઢી દર પેઢીથી ચાલી આવતી આ કળાને ગામના કારીગરોએ જાળવી રાખી છે.