પોરબંદર: વાછોડા ગામે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમી રહેલ 3 જુગારીઓ ઝડપાયા, રૂ.13,860ની મત્તા જપ્ત
વાછોડા ગામે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમી રહેલ 3 જુગારીઓને બગવદર પોલીસે ઝડપી લીધા છે. બગવદર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ ચોક્સ હકીકતના આધારે વાછોડા ગામેથી જુગાર રમી રહેલ ૧. લીલા રામાભાઈ ઓડેદરા ૨. મકન મુરૂભાઈ ખૂંટી ૩. હાર્દિક અશ્વિનભાઈ અત્રીને પોલીસે રૂ. ૧૩,૮૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.