ગાંધીનગર: રાંદેસણ વિસ્તારમાં સવારના સમયે ચાલવા નીકળેલા એક 62 વર્ષીય વૃદ્ધાને નિશાન બનાવી સોનાના ચેઈન લુંટ કરી ફરાર
ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં સવારના સમયે ચાલવા નીકળેલા એક 62 વર્ષીય વૃદ્ધાને નિશાન બનાવી બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો સોનાના દોરાની લૂંટ કરીને ફરાર થઈ ગયા છે. લૂંટારુઓએ વૃદ્ધાને ધક્કો મારી નીચે પાડી દઈને આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.