ગોધરા: બી ડિવિઝન પોલીસ દ્વારા CEIR પોર્ટલની મદદથી તૃપ્તિ હોટેલ પાસેથી ગુમ થયેલ મોબાઇલ ફોન મેળવી પરત કરાયો
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલ મોબાઇલ શોધી માલિકને પરત આપ્યો છે. તા. 18 એપ્રિલ 2026ના રોજ તૃપ્તિ ચાર રસ્તા વિસ્તારમાં ઓટોરિક્ષામાં મુસાફરી દરમિયાન મયસુરા સોઇલ સદામસનો રૂ. 38,190નો RENO 7 PRO મોબાઇલ ગુમ થયો હતો. પોલીસ દ્વારા CEIR પોર્ટલમાં માહિતી અપલોડ કરી ટેકનિકલ તપાસ હાથ ધરતા મોબાઇલ મળી આવ્યો. પોલીસ ઈન્સ્પેક્ટર એચ.બી. ગામેતીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરી મોબાઇલ માલિકને પરત આપવામાં આવ્યો. આ કામગીરી પોલીસની કાર્યક્ષમતા