ગોધરા: પાસપોર્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અંગે DySp બિન્દ્રા જાડેજા એ માહિતી આપી
ઈમેલ દ્વારા મળેલી ધમકીને પગલે જુના બસ સ્ટેન્ડ વિસ્તારની પાસપોર્ટ ઓફિસ ખાલી કરાવાઈ. રાજ્યની વિવિધ પાસપોર્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા તંત્ર હરકતમાં આવ્યું છે. આ કડીમાં પંચમહાલના ગોધરા શહેરમાં પણ આજે ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.