ગોધરા: ગોધરાના દેવ તલાવડી વિસ્તારમાંથી ગેરકાયદેસર ગેસ રીફિલિંગ રેકેટ પકડાયું, ત્રણ આરોપી પકડાયા.
ગોધરાના દેવ તલાવડી વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રીફિલિંગ રેકેટ સામે પોલીસએ કાર્યવાહી કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા. પંચમહાલ એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ૮ ગેસ સિલિન્ડર, પીત્તળની પાઇપ અને બે રીક્ષાઓ સહિત કુલ રૂ. ૮૭,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એ. વાઘેલાની આગેવાની હેઠળ હાથ ધરાઈ. પકડાયેલા આરોપીઓ ઓમપ્રકાશ તારાણી, મુકેશકુમાર સોલંકી અને મહંમદ આરીફ સદામસ છે. ત્રણે સામે ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ ક