મોરબી: મોરબીમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં કાર્યકર્તા અભિવાદન સમારોહ યોજાયો
Morvi, Morbi | Dec 20, 2025 મોરબી-માળિયાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં મોરબી ખાતે કાર્યકર્તા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના ધરમપુર રોડ પર આવેલ ઉમા ટાઉનશીપ બંગલો ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ તેમજ રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં કાર્યકર્તા અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા