થરાદ: ભાચર ગામમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત્ – ગામજનો મુશ્કેલીમાં
થરાદ તાલુકાના ભાચર ગામમાં વરસાદી પાણી હજુ સુધી સુકાયું નથી. ભારે વરસાદને કારણે ગામના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તંત્ર દ્વારા પાણી નિકાલ માટે ફાયટરિયા લગાવવામાં આવ્યા હતા છતાં હાલ સુધી પાણીનું સ્તર નોંધપાત્ર રીતે ઘટ્યું નથી. ભરાયેલું પાણી હવે ગંદુ થવા લાગ્યું છે, જેના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે તથા મચ્છરોની સંખ્યા પણ વધી રહી છે. આ પરિસ્થિતિમાં ગામજનો આરોગ્યને લઈને ચિંતિત છે.